આજે જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર થશે:મતદારનું નામ electoral s earch. eci. gov.in પરથી ચકાસી શકાશે

https://ift.tt/UH4Ou9e મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રની મંગળવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. મતદારો ચૂંટણી પંચની વેબસાઇટ તેમજ ઇસીઆઇની વોટર વેબસાઇટ પરથી ઓનલાઇન મતદાર યાદીમાં તેમનું નામ ચકાસી શકશે. જ્યારે બુથ લેવલે પણ ચૂંટણી તંત્ર વિસ્તારની મતદાર યાદી બીએલઓ મારફતે પહોંચાડશે એટલે બુથ અને બીએલઓ પાસે પણ યાદીમાં વિસ્તારના મતદારોના નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. એસઆઇઆરમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમમાં ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ મતદારો પૈકી નો મેપિંગ અને તાર્કિક ખામીમાં ડોક્યુમેન્ટ ચકાસણીમાં મતદારોની સુનાવણીના અંતે ચૂંટણી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સોમવારે મોડે સુધી તંત્ર કામગીરીમાં વ્યસ્ત રહ્યું હતું. ડ્રાફ્ટ યાદી પછી પ્રક્રિયાના અંતે જિલ્લામાં 15.96 લાખથી વધુ મતદારોનો આખરી યાદીમાં સમાવેશ હશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ પહેલાં, ડ્રાફ્ટ યાદી વખતે જ કાયમી સ્થળાંતર, મૃતક અને પત્તો ન હોય તેવા મતદારોની યાદીમાંથી બાદબાકી કરાઇ હતી. મતદાર યાદીને લઇ ભારે ઉત્સુકતા જોવાઇ રહી છે. આખરી યાદી આધારે મહેસાણા મહા- નગરપાલિકાની મતદાર યાદી તૈયાર થશે જિલ્લાની આખરી મતદાર યાદી મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં મહેસાણા- બહુચરાજી વિધાનસભા ક્ષેત્રમાં આવતાં મહેસાણા મહાનગરપાલિકા હદ વિસ્તારની વોર્ડવાઈઝ મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ થશે. જેમાં મનપા વોર્ડવાઈઝ મતદાર યાદી બનાવશે અને બુથ પ્રમાણે મતદારો નક્કી થશે અને મનપાની અલગથી મતદાર યાદી તૈયાર થશે. તે ચકાસણી પ્રક્રિયાના અંતે જાહેર થયા પછી તે મુજબ મનપાની પ્રથમ ચૂંટણી યોજાશે. આવી રીતે યાદીમાં નામ ચકાસી શકાશે આ માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ electoralsearch.eci.gov.in અથવા https://voters.eci.g ov.in પર જવું પડશે. જ્યાં તમેતમારો EPIC નંબર, મોબાઈલ OTP, નામ, પિતાનું નામ, જન્મ તારીખજિલ્લો અને વિધાનસભા વિસ્તાર સર્ચ કરીને તમારું નામ મતદારયાદીમાં શોધી શકો છો. આ સિવાય ceo.gujarat.gov.in વેબસાઈટપર જવું પડશે. જ્યાં જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સિલેક્ટ કરો. જેબાદ નામ અથવા EPIC નંબરનો ઉપયોગ કરીને સર્ચ કરી શકશો.
Comments
Post a Comment