
<p>રાજ્યમાં ચાલુ વર્ષે લા- નીનો, બે વાવાઝોડા સહિતના પરિબળોને કારણે ઉનાળાની શરૂઆત મોડી થશે. નિષ્ણાંતો અને આગાહીકારોના મતે રાજ્યમાં 15 માર્ચ બાદ ગરમીનો પ્રારંભ થશે.. જોકે હાલમાં તો શિયાળો હોવા છતાં શનિવારે રાજ્યના 14 શહેરમાં 32 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં 36 તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું... જ્યારે અમદાવાદ સહિતના અન્ય વિવિધ શહેરમાં તાપમાન 32થી 34 ડિગ્રી આસપાસ રહ્યું હતું.. ઠંડી, ગરમી અને વરસાદ માટે લા-નીનો અને અલ-નીનો સિસ્ટમ જવાબદાર હોય છે.. જેમાં લા-નીનોને કારણે ઠંડી અને વરસાદ વધુ તેમજ અલ-નીનોના કારણે ગરમી વધુ અને વરસાદ ઓછો વરસતો હોય છે.. હાલમાં પેસિફિક સમુદ્રમાં લા- નીનો સિસ્ટમ સક્રિય હોવાથી 15 માર્ચ પછી ઉનાળો આકરા તેવર બતાવવાનું શરૂ કરે તેવો તજજ્ઞો મત વ્યકત કરી રહ્યા છે. </p>
Comments
Post a Comment