Gujarat Western Disturbance : ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગો માટે હવામાન ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, સતત બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યા છે જેના કારણે ને કારણે પશ્ચિમ હિમાલયમાં ભારે હિમવર્ષા અને મેદાની રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

13 ફેબ્રુઆરી અને 16-17 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા લાવશે તેવી આશંકા છે. આનાથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ઠંડી વધી શકે છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ શકે છે. જોકે, ગુજરાતના હવામાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગ (IMD) દ્વારા ફેબ્રુઆરીના બીજા અને ત્રીજા અઠવાડિયા માટે હવામાનની મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા સતત બે પશ્ચિમી વિક્ષેપ ભૌગોલિક ફેરફારોને લીધે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે, જેનાથી શિયાળાની વિદાય પહેલા ફરી એકવાર ઠંડીનું મોજું તીવ્ર બની શકે છે. બદલાતા વાતાવરણને કારણે આરોગ્ય પર થતી અસરોને ધ્યાનમાં રાખીને તબીબોએ પણ સાવધ રહેવા સૂચના આપી છે.

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આ મહિનામાં એક પછી એક ત્રણ શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેની સીધી અસર ઉત્તર અને પશ્ચિમ ભારતના હવામાન પર જોવા મળશે:

આ સિસ્ટમને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ (Rain with Thunderstorm) પડવાની સંભાવના છે, જેની અસર ઠંડા પવનો તરીકે ગુજરાત સુધી પહોંચશે. ગુજરાતમાં પવનોની દિશા ઉત્તર-પૂર્વ તરફની છે. આગામી 14 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ઉતાર-ચઢાવ આવવાની શક્યતા નહિવત છે.

હિમાલયમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં એલર્ટ

પહાડી વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા (Snowfall) શરૂ થવાની ધારણા છે. આ ઠંડા પવનો જ્યારે નીચે તરફ ગતિ કરશે, ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ અને ઠંડીનું જોર વધશે. આ પલટાને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ અઠવાડિયે ઠંડી ઓછી રહેશે. જોકે, પશ્ચિમી વિક્ષેપ 16-17 ફેબ્રુઆરીએ પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ લાવી શકે છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.

Comments
Post a Comment