Skip to main content
ડોળાસા મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય સામે વધુ એક કેસ:સ્કોર્પિયો કાર પર 'MLA GUJARAT' લખેલું બોર્ડ લગાવ્યું, પોલીસે કાર જપ્ત કરી
https://ift.tt/W2rzgtF ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર (રજી.નં. GJ-32-AA-5680) પર "MLA GUJARAT" લખેલું ખોટું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના 11 ફેબ્રુઆરી, 2026ની રાત્રે ડોળાસા ગામે બની હતી. ફરિયાદી દિલીપભાઈ જેઠાભાઈ મોરી (ઉં.વ. 46) મોટરસાયકલ પસાર કરવા બાબતે આરોપી અને તેના સાગરિતોએ મારામારી કરી હતી. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 351(3), 54 તથા જી.પી.એક્ટ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એન. કાછડ દ્વારા ઘટનાસ્થળનું પંચનામું, સાક્ષીઓના નિવેદનો અને ટોલ નાકાના CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની સ્કોર્પિયો કારમાંથી "MLA GUJARAT" લખેલું બોર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી કોઈ ધારાસભ્ય કે સરકારી હોદ્દેદાર ન હોવા છતાં ખોટો હોદ્દો દર્શાવી લોકોને ભ્રમિત કરતો હોવાનું સામે આવ્યું હતું. આથી, તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 204 મુજબ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આશરે 5 લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે, જેમાં ઉના અને અમરેલી ખાતે મારામારી, ધમકી અને પ્રોહીબીશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે, કેન્દ્ર કે રાજ્ય સરકારના પદાધિકારીઓના બોર્ડ, નિશાની કે નામનો ખોટો ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...