https://ift.tt/JOjui2A સાબરકાંઠા જિલ્લાની આજે પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં 1 લાખ મતદારોના નામ જૂની મતદાર યાદીની સાપેક્ષમાં કમી થયેલા જોવા મળશે. જ્યારે 16,083 નવા મતદારોએ ફોર્મ ભર્યા હોવાથી તેમનો પણ આખરી મતદારી યાદીમાં સમાવેશ થતાં જિલ્લાની હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં નવી યાદી મુજબ કુલ મતદારોની સંખ્યા 10,77,31 ની આસપાસ રહેનાર છે. નોંધનીય છે કે નવા નોંધાયેલ મતદારોમાં સ્ત્રી મતદારોની સંખ્યા 56 ટકા અને પુરુષ મતદારોની સંખ્યા 44 ટકા છે. જિલ્લાની 4 વિધાનસભા બેઠકના જૂની યાદીના 11,61,128 મતદારો પૈકી 10,61,218 મતદારોનું ડિજિટાઇઝેશન થઈ શક્યું હતું. 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ એસાઈઆર યાદી જાહેર થઈ હતી. જેમાં મૃત્યુ,ગેરહાજર કે મળી ન આવવા,કાયમી સ્થળાંતરિત અને બબ્બે જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતા હોય તેવા કુલ 99910 મતદારોના નામ કમી કરાયા હતા અને 28218 મતદારોનું મેપિંગ ન થતાં તેમને આધાર પુરાવા રજૂ કરવા તક અપાઇ હતી. નો મેપિંગ અને લોજીકલ એરરવાળા 1,76,289 મતદારો પૈકી 1,75,310 મતદારોના ફોર્મ ભરાઈને પરત આવ્યા બાદ જરૂરી પુરાવા રજૂ થતાં હિયરીંગ કરી આખરી નિર્ણય લઈ ફાયનલ મતદાર યાદીમાં સમાવેશ કરાયો હતો. નવા નોંધાયેલ મતદારોમાં 7191 પુરુષ મતદાર, 8893 સ્ત્રી મતદાર મળી કુલ 16083 મતદારોનો વધારો થયો છે. પુરુષ મતદારની સાપેક્ષમાં સ્ત્રી મતદારોમાં 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દરેક વિધાનસભામાં પુરુષ સ્ત્રી મતદાર વચ્ચે 7 થી 10 હજારનો તફાવત રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં 72738 મતદારો કમી થયા અરવલ્લી જિલ્લામાં આજે 17 ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ થવાની છે. મોડાસા, ભિલોડા અને બાયડ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 797407 મતદારોનો સમાવેશ થયો છે. જિલ્લામાં SIRની કામગીરી અગાઉ કુલ 858753 મતદારો નોંધાયા હતા. પરંતુ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મરણ સ્થળાંતર અને ડુપ્લીકેટ સહિત કુલ 72738 મતદારોના નામ કમી થયા છે. મતદારો પોતાનું નામ અહીં ચકાસી શકશે આ માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ electoralsearch.eci. gov.in અથવા https://voters.eci.g ov.in પર જવું પડશે. જ્યાં તમે તમારો EPIC નંબર, મોબાઈલ OTP, નામ, પિતાનું નામ, જન્મ તારીખ જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સર્ચ કરીને તમારું નામ મતદાર યાદીમાં શોધી શકો છો. આ સિવાય ceo.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. જ્યાં તમારો જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સિલેક્ટ કરો. જે બાદ નામ અથવા EPIC નંબરનો ઉપયોગ કરીને સર્ચ કરી શકશો.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment