Many Important Faces of Patidar Movement came to politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઇ છે, તમામ રાજકીય પક્ષો પ્રજાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓની થઇ રહી છે, તેમા મુખ્ય અને મોટુ નામ હતુ હાર્દિક પટેલ, હાર્દિક પટેલ હાલમાં ભાજપમાં જોડાઇ ગયો છે અને વિરમગામ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યો છે.

જોકે, ખાસ વાત છે કે વર્ષ 2017માં આ પાટીદાર આંદોલનના નેતાઓએ સરકાર પર સખત દબાણ લાવી દીધુ હતુ, અને ભાજપની સરકાર માંડ માંડ બની હતી. વર્ષ 2015માં ચાલુ થયેલુ આંદોલન હવે સમેટાઇ ગયુ છે, છેલ્લા 5 વર્ષથી આ આંદોલનના મુખ્ય નેતાઓ ઠંડા પડી ગયા છે, જાણો આ આંદોલનના મુખ્ય ચહેરાઓ હાલ ક્યાં છે.....

હાર્દિક પટેલ ભાજપમાં -
પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, તે હાલમાં બીજેપીમાં સામલે થઇ ગયો છે, હાર્દિકે સૌથી પહેલા 2020માં કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ગયો હતો, બાદમાં તેને કોંગ્રેસ છોડીને બીજે...