Skip to main content
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં 13 ઉમેદવારો પાસે છે બંદૂકનું લાયસન્સ, સૌથી વધુ ભાજપના ઉમેદવારો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઘણા 'બંદૂકધારી ઉમેદવારો' મેદાનમાં છે. તાજેતરમાં એક જાહેર સભામાં વાઘોડિયાના છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધમકી આપતાં કહ્યું હતું કે, જો કોઈ મારા કાર્યકર્તાનો કોલર પકડશે તો હું તેના ઘરે જઈને ગોળી મારી દઈશ. મધુ શ્રીવાસ્તવ પાસે વેબલ સ્કોટની રિવોલ્વર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારો એવા છે જેમની પાસે લાયસન્સ હથિયારો છે. TOIના અહેવાલ મુજબ, તેમાંથી મોટાભાગના ભાજપના ઉમેદવારો છે. આ યાદીમાં ભાજપના છ, કોંગ્રેસના પાંચ, આમ આદમી પાર્ટીના એક અને એક અપક્ષ ઉમેદવાર છે. ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી, તેથી તેઓ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. વાઘોડિયાથી ભાજપના અશ્વિન પટેલ ઉમેદવાર છે. અશ્વિન પટેલ પાસે 12 બોરની સિંગલ બેરલ ગન પણ છે.
ભાજપના ઉમેદવાર પાસે 6 બોરની રિવોલ્વર છે
આ વખતે ચૂંટણી લડી રહેલા લાયસન્સવાળી બંદૂક ધરાવનારા અન્ય વર્તમાન ધારાસભ્યોમાં ધાનેરાના કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલ, રાધનપુરના રઘુ દેસાઈ, ડાંગ અને નિકોલના ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને જગદીશ પંચાલનો સમાવેશ થાય છે. ધાનેરામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો હથિયારધારી છે. 2017માં INC ના નાથાભાઈ પટેલે ભાજપના માવજી દેસાઈને 2,093 મતોના માર્જિનથી હરાવીને આ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે દેસાઈની ટિકિટ કાપી છે, જે બાદ તેઓ અપક્ષ મેદાનમાં ઉતર્યા છે. પરંતુ અહીંથી ભાજપે 6 બોરની રિવોલ્વર ધરાવતા ભગવાન પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
AAPના ઉમેદવાર પાસે પણ હથિયાર છે
બીજી તરફ થરાદ બેઠક પરથી ભાજપે લાયસન્સ ધરાવતા રિવોલ્વર ધારક શંકર ચૌધરીને ટિકિટ આપી છે. 2017ની ચૂંટણીમાં તેઓ વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા. થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ 2019માં બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. જે બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો. તખ્ત સિંહ સોલંકી શહેરા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. સોલંકી પાસે 0.32 ઇંચની MK-3 રિવોલ્વર છે.
આ ઉમેદવારો પણ યાદીમાં છે
એ જ રીતે ડીસાના કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી પાસે પિસ્તોલ છે. રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ જેની પાસે 5 લાખની કિંમતની વેબલી સ્કોટ રિવોલ્વર છે.. અન્ય ઉમેદવારો જેમની પાસે લાયસન્સવાળી બંદૂકો છે તેમાં અકોટાના ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ, બોટાદના કોંગ્રેસના મનહર પટેલ અને ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો સમાવેશ થાય છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...