
<p>ગુજરાત ATSની મોટી કાર્યવાહી. વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સને સુરતથી ઝડપી લીધો. સુરતમાં રહેતો નિકુંજ ગઢીયા થોટા બિલ,ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળમાં એલોવેરા પાવડરના નામે એટોમિટેજ ડ્રગ્સ વિદેશમાં મોકલતો. એટોમિટેડ ડ્રગ્સ થાઈલેન્ડ,મલેશિયા અને સિંગાપોર જેવા દ્શોમાં પ્રતિબંધિત છે. પોલીસ તપાસ મુજબ આરોપી DWN બાયોસાયંસના નામે અત્યાર સુધી 50 કિલો ડ્રગ્સ ત્રણ વ્યક્તિઓનેે અક્સપોર્ટ કરી ચૂક્યો છે. તેની તપાસમાં વધુ બે લોકોના નામ ખુલ્યા છે....ચેતન વાવડિયા અને ભૌતિક પદમણી,જેમણે પણ 50 અને 25 કિલો ડ્રગ્સ આ જ રીતે વિદેશમાં મોકલ્યું છે. બંનેની શોધખોળ ચાલુ છે..આ ડ્રગ્સની આંતરારાષ્ટ્રીય બજારમાં કિંમત ત્રણ લાખ પ્રતિ કિલો છે. જેનો ઓવરડોઝ માણસને મોત આપી શકે છે. જો કે ભારતમાં આ ડ્રગ્સ NDPS એક્ટ કેટેગરીમાં નથી આવતું. જેથી વિદેશી ડ્રગ્સ માફિયા ભારતથી આ ડ્રગ્સ મગાવી વેચાણ કરે છે. <br /> </p>
Comments
Post a Comment