અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક રાજ્યમાં છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ 4 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં આગામી ચાર દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં છુટા છવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

હવામાન વિભાગની નવી આગાહીમાં એપ્રિલથી ફરી એકવાર રાજ્યમાં માવઠુ થવાની શક્યતા છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ...