Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી

Gujarat Congress : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસે તાત્કાલિક અસરથી અલગ-અલગ કમિટીઓની જાહેરાત કરી છે. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કૉંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવી છે. રાજ્યમાં વિવિધ કમિટીઓ બનાવી દિગ્ગજ નેતાઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા રચાયેલી વિવિધ કમિટીઓના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. pic.twitter.com/6omZYtx5Ef
— Gujarat Congress (@INCGujarat) March 5, 2026

ગુજરાત કૉંગ્રેસમાં આ દિગ્ગજ નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

ભરતસિંહ સોલંકીને રણનીતિ કમિટીના ચેરમેન બનાવાયા છે.
લાલજી દેસાઈને રણનીતિ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.
હેમાંગ વસાવાડાને રણનીતિ કમિટીના કન્વીનર બનાવાયા છે.

શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવાયા છે.
પરેશ ધાનાણીને કેમ્પેઈન કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.
સાંસદ ગેનીબેન ઠાકોરને કેમ્પેઈન કમિટીના કન્વીનર બનાવાયા છે.

સિદ્ધાર્થ પટેલ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે.
જીજ્ઞેશ મેવાણીને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.
બિમલ શાહને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના કન્વીનર બનાવાયા છે.

જગદીશ ઠાકોરને કાર્યક્રમ અમલીકરણ સમિતિના ચેરમેન બનાવાયા છે.
ઈન્દ્રવિજયસિંહને કાર્યક્રમ અમલીકરણ સમિતિના વાઈસ ચેરમેન બનાવાયા છે.
હિંમતસિંહ પટેલ કાર્યક્રમ અમલીકરણ સમિતિના કન્વીનર બનાવાયા છે.

શૈલેષ પરમારને ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન બનાવાયા છે.
ઋત્વિક મકવાણાને ચૂંટણી ઢંઢેરા સમિતિના વાઈસ ચેરમેન બનાવાયા છે.
ડૉ. મનીષ દોશીને ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર બનાવાયા છે.

અમી યાજ્ઞિકને મીડિયા કમિટીના ચેરમેન બનાવાયા છે.
લલિત કગથરાને મીડિયા કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.
ગ્યાસુદીન શેખને મીડિયા કમિટીના કન્વીનર બનાવાયા છે.

કદીર પિરઝાદાને પબ્લિસિટી કમિટીના ચેરમેન બનાવાયા છે.
અનંત પટેલને પબ્લિસિટી કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.
ચેતન રાવલને પબ્લિસિટી કમિટીના કન્વીનર બનાવાયા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2026 ના મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ એટલે કે માર્ચ 2026 ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે. વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી બંધારણીય જોગવાઈઓ મુજબ સમયસર ચૂંટણી યોજવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

Comments
Post a Comment