Skip to main content
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
અમદાવાદ:  આવનારા સમયમાં આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને ઓરેન્જ એલર્ટને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લાઓમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના આ 10 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ
કચ્છ,  બનાસકાંઠા,  પાટણ,  મોરબી,  સુરેન્દ્રનગર,  રાજકોટ,  જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે મહેસાણા,  સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાશે.
અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ
હાલ દેશભરમાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. આજે ગરમીને લઇને હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગરમીના સંદર્ભે આ  એલર્ટને સમજીએ. હવામાન વિભાગ દરેક ઋતુ પ્રમાણે ત્રણ એલર્ટ જાહેર કરે છે.
ઓરેન્જ એલર્ટનો અર્થ છે 'તૈયાર રહો' અથવા 'સતર્ક રહો'.  હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની ગંભીર સંભાવના (જેમ કે ભારે વરસાદ, વાવાઝોડું કે હીટવેવ) દર્શાવવા માટે જારી કરવામાં આવે છે. આ ચેતવણી સૂચવે છે કે જોખમ વધી રહ્યું છે, તેથી બહાર જવાનું ટાળવું અને સુરક્ષાના પગલાં લેવા જરૂરી છે.
આગામી દિવસોમાં પારો હજુ ઊંચકાય તેવી પૂરી શક્યતા
હવામાન વિભાગે પોતાની આગાહીમાં વધુમાં સ્પષ્ટ કર્યું છે કે રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં બપોરના સમયે તાપમાન 40 અંશ સુધી પહોંચી શકે છે. જો આકાશ એકદમ સાફ રહેશે અને સૂર્યનો આકરો તાપ સીધો પડશે તો હવામાં ભેજનું પ્રમાણ ઘટીને માત્ર 25 ટકા જેટલું જ રહી જશે. ઉત્તર અને પૂર્વ તરફથી આવતા સુકા પવનો આગમાં ઘી હોમવાનું કામ કરશે. આગામી 2 થી 3 દિવસમાં ગરમીમાં હજુ 2 થી 3 અંશનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને આકરા બફારા અને પરસેવે રેબઝેબ કરી દે તેવા ગરમ વાતાવરણનો સામનો કરવો પડશે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...