Skip to main content
ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે
https://ift.tt/DcQd26F ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ift.tt/HGNgunw પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીનનો ભાવ પ્રતિ લિટર ₹63.26 થી ₹64.07 ની વચ્ચે રહેશે. આ 6 પેટ્રોલ પંપ પર મળશે કેરોસીન ચૂલા સળગે છે, તેવા વિસ્તારો બાકાત રખાયા કચ્છ જિલ્લામાં 6 તાલુકાઓમાં કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આયોજનની કમનસીબી એ છે કે જેમાં અબડાસા, લખપત અને માંડવી શહેરનો સમાવેશ જ કરાયો નથી. આ એવા વિસ્તારો છે જ્યાં ગરીબી અને અંતરિયાળ ભૂગોળને કારણે હજુ પણ હજારો ગૃહિણીઓ ધુમાડાથી ભરેલા ચૂલા પર રસોઈ બનાવે છે. સરકારની ‘ઉજ્જવલા’ યોજનાના અજવાળા હજુ આ સરહદી ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે સૌથી વધુ જરૂરિયાત અહીંના અંતરિયાળ વિસ્તારના લોકો અને માલધારીઓને છે, ત્યારે તેમને જ આ યોજનાથી બાકાત રાખવામાં આવતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠ્યા છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...