નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કુલ 60 બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને દબદબો સાબિત કર્યો છે.

ગણદેવી નગરપાલિકાની 24 માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા અહીં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.

ભાજપને જિલ્લા પંચાયતમાં 9, તાલુકા પંચાયતમાં 25, ગણદેવી પાલિકામાં 22 અને નવસારી મહાનગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ મળી છે.

ચીખલી જિલ્લા પંચાયતની ઘેજ, સમરોલી અને રૂમલા તેમજ જલાલપોર તાલુકાની પનાર, બોદાલી અને મટવાડ જેવી બેઠકો પર વિપક્ષ મેદાનમાં રહ્યો નથી.

ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે કે અનેક બેઠકો પર વિરોધ પક્ષોએ ચૂંટણી લડતા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.

Navsari local body elections: નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવી લીધો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ નવસારી જિલ્લામાં ભાજપના ઉમેદવારો એકસાથે 60 બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમાં સૌથી મોટી જીત ગણદેવી નગરપાલિકામાં થઈ છે, જ્યાં 24 માંથી 22 બેઠકો પર વિપક્ષ મેદાન છોડી ગયો છે. ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા નવસારી ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

60 બિનહરીફ બેઠકોનું ગણિત: ક્યાં કેટલી બેઠકો મળી?

નવસારી જિલ્લા ભાજપે કઈ કઈ જગ્યાએ કેટલી બેઠકો બિનહરીફ જીતી છે તેના આંકડા પર નજર કરીએ તો, પાર્ટીએ ચોમેર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે:

જિલ્લા પંચાયત: 9 બેઠકો

તાલુકા પંચાયત: 25 બેઠકો

ગણદેવી નગરપાલિકા: 22 બેઠકો (કુલ 24 બેઠકોમાંથી)

નવસારી મહાનગરપાલિકા: 2 બેઠકો (કુલ 52 બેઠકોમાંથી)

કુલ બિનહરીફ બેઠકો: 60 બેઠકો

ગણદેવી નગરપાલિકા પર તો અત્યારથી જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.

તાલુકા અને જિલ્લા પંચાયતમાં કઈ બેઠકો પર ભાજપનો વિજય?

આ બિનહરીફ વિજયમાં જિલ્લાના કેટલાક મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. ચીખલી જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાંની ઘેજ, સમરોલી અને રૂમલા જેવી મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

આ ઉપરાંત, તાલુકા પંચાયતમાં બિગરી, દેવસર, માસા, અજરાઈ અને વાઘરેચ બેઠક પર ભાજપે વિજય વાવટો ફરકાવ્યો છે. એ જ રીતે, જલાલપોર તાલુકામાં પનાર, બોદાલી, મટવાડ, ઓંજલ અને ભીનાર જેવી બેઠકો પર પણ કોઈ પણ હરીફ વિના ભાજપના ઉમેદવારોની વરણી થઈ ચૂકી છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે નવસારી જિલ્લામાં વિરોધ પક્ષો ચૂંટણી લડ્યા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.

Comments
Post a Comment