Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોતના કેસમાં રહસ્ય વધુ ઘેરાયું છે. આ ચકચારી ઘટનામાં હવે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ તત્વો કે ઝેરી અંશો મળી આવ્યા નથી. FSL રિપોર્ટમાં કંઈ જ વાંધાજનક ન જણાતા હવે બંને બાળકીઓના મોતનું ચોક્કસ કારણ જાણવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે. એક તરફ ભોજન બાદ તબિયત બગડવાની આશંકા હતી, ત્યારે બીજી તરફ લેબોરેટરી રિપોર્ટે તપાસમાં નવો વળાંક લાવતા પોલીસ માટે આ ગુપ્ત કોકડું ઉકેલવું મુશ્કેલ બન્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

3 એપ્રિલે ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, કહેવામાં આવ્યું હતું કે, ઢોસા ખાધા પછી ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારની 2 માસૂમ બાળકીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં બાળકીઓના માતા-પિતાની પણ તબિયત લથડતા તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે પરિવારે સ્થાનિક ડેરીમાંથી લાવેલા ઢોસાના ખીરાને આ મોત માટે જવાબદાર ઠેરવીને ગંભીર સવાલો ઉભા કર્યા હતા. જોકે, સામે પક્ષે ડેરી સંચાલકે પોતાના બચાવમાં આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

આ અંગે વિગતા વાત કરીએ તો, ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં રહેતા પ્રજાપતિ પરિવાર સાથે આ હચમચાવી દેનારી ઘટના બની હતી. વિગતો મુજબ પરિવારની 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિષ્ટિ નામની બે દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારનો સીધો આક્ષેપ છે કે બહારથી લાવેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ જ તેમની તબિયત બગડી હતી અને અંતે આ કરુણાંતિકા સર્જાઈ. 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસા બનાવવાનું ખીરું લાવવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે બાળકીઓના પિતા વિરલ પ્રજાપતિએ ઢોસા ખાધા હતા અને ત્યારબાદ તેમની તબિયત બગડી હતી.

ત્યારબાદ બીજા દિવસે એટલે કે 2 એપ્રિલે પત્ની ભાવના અને મોટી દીકરી મિષ્ટિએ પણ એ જ ખીરામાંથી બનેલા ઢોસા ખાધા હતા. સાંજ પડતા જ બંનેને ઉલ્ટીઓ થવા લાગી હતી. 4 વર્ષની મિષ્ટિની હાલત વધુ લથડતા તેને પહેલા પુષ્પા હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. બંને દીકરીઓના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.

તો બીજી તરફ, જેના પર આક્ષેપ છે તે ઘનશ્યામ ડેરીના માલિકે આ મામલે પોતાનો બચાવ કરતા નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 30 વર્ષથી ડેરી દ્વારા અલગ-અલગ ખાદ્યપદાર્થો બનાવવાની કામગીરી કરે છે અને ખીરું તેમના પોતાના એકમમાં જ બનાવવામાં આવે છે. તેમના કહેવા મુજબ, ડેરીમાંથી રોજનું 100 થી 125 કિલો જેટલું ખીરું વેચાય છે. જે દિવસે બાળકીના પિતાએ આવીને ફરિયાદ કરી, ત્યારે ડેરી માલિકે ગામના અન્ય ગ્રાહકો (જેઓ તે દિવસે ખીરું લઈ ગયા હતા) તેમની પણ પૂછપરછ કરી હતી. જોકે, તેમાંના કોઈ પણ ગ્રાહકો તરફથી અત્યાર સુધીમાં આવી કોઈ જ ફરિયાદ મળી નથી. જે બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. આ બન્ને બાળકીના મોતનું કારણ FSL માં જાણવા મળશે તેમ લાગતું હતું પરંતુ FSL રિપોર્ટમાં પણ કઈ જાણવા ન મળતા મોતનું કોકડું વધુ ગુચવાયું છે.

Comments
Post a Comment