સંસ્કાર ભારતી ટ્રસ્ટના પદાધિકારીઓ સન્માનિત:અમદાવાદ-સુરત શિક્ષણ સમિટમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ બહુમાન
https://ift.tt/1ciY4e9 ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોને અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં “Redefining Education Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશી શિક્ષણ અને ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ અંગે મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને ભવિષ્યમુખી શૈક્ષણિક વિચાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરત ખાતે આયોજિત “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. શૈલજા સિંહ અને એકેડેમિક કોઓર્ડિનેટર રાધિકા પંડ્યાએ “ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ” વિષયક સત્રમાં ભાગ લીધો હતો. ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓને નવી વિચારસરણી અપનાવવા, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ પૂરું પાડવા માટે પ્રેરણા મળે છે. આ સમગ્ર કાર્યક્રમોમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટની શૈક્ષણિક ગુણવત્તા, નેતૃત્વ વિકાસ અને સતત વ્યાવસાયિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ હતી.
Comments
Post a Comment