
https://ift.tt/y19mbSw ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 90 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ છે. આ માટે 13 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો https;/ojas.gujarat. gov.in પર જઈ અરજી કરી શકાશે. મંડળની વેબસાઈટ www.gsssb.guj.gov.in પર આ પોસ્ટની ભરતીની વિગતો મૂકવામાં આવી છે. જેના માટે નિર્ધારિત કરેલી ડિપ્લોમા ઈન આયુર્વેદિક નર્સીંગની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. આ ઉપરાંત કમ્પ્યુટર નોલેજની જાણકારી પણ આવશ્યક છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દીની ભાષાની જાણકારી પણ જરુરી છે. 18થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવી છે, જ્યારે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને માટે 400 રૂપિયા એપ્લિકેશન ફી નિર્ધારિત કરાઈ છે. સ્ટાફ નર્સ (આયુર્વેદ)ની પોસ્ટ માટે પાંચ વર્ષ માટે 40,800નો ફિક્સ પગાર નક્કી કરાયો છે. 90 સ્ટાફ નર્સની ભરતી માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .
Comments
Post a Comment