Gujarat Local Body Election Live :આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ, અમદાવાદમાં ભાજપે 124 સિટિંગ કોર્પોરેટરની કાપી ટિકિટ

<p><strong>Gujarat Local Body Election Live :</strong>સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં , '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.' રાજ્યમાં 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરી શકશે અને બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું ફૉર્મ પરત ખેંચી શકશે.ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદાન ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.</p> <p><br />આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ અટેકથી મૃત્યુ થતાં આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા ગોવિંદ પરમાના જ પુત્ર હર્ષદ પરમાને ટિકિટ અપાઇ છે. મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે.</p>
Comments
Post a Comment