Gujarat Politics News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે, માહિતી પ્રમાણે, બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે રાજુ કરપડા કેસરિયો ધારણ કરશે. રાજુ કરપડાને ભાજપ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રચારની મોટી જવાબદારી સોંપી શકે છે. રાજુ કરપડા AAPના કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા આજે બપોરે ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે, રાજુ કરપડા આજે બપોરે 1 વાગ્યે 200 થી વધુ ગાડીઓના કાફલા સાથે સમર્થકો સાથે કમલમ પહોંચશે. કેસિરયો ધારણ કર્યા બાદ ભાજપ રાજુ કરપડાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રચારની કામગીરી સોંપી શકે છે.

રાજુ કરપડાએ થોડાક સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધુ હતુ. પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. રાજીનામા બાદ એવી પણ ચર્ચા હતી કે, તેઓ ગોપાલ ઇટલિયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી હતી. તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ.

Comments
Post a Comment