
<p>રાજ્યમાં સતત બીજા દિવસે આકાશમાંથી વરસી આફત. જેમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ગઈકાલ બાદ આજે વહેલી સવારે ફરી દ્વારકામાં માવઠાએ ધબધબાટી બોલાવી. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો.ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. ભાટીયામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામા મુકાયા છે. ગઈકાલે પણ ઓખા, દ્વારકા, કલ્યાણપુર ખંભાળિયામાં કમોસમી વરસાદ ખાબક્યો ભર ઉનાળે ખાબકેલા વરસાદે ખેડૂતોની દશા ખરાબ કરી છે...ગઈકાલે જામનગરના લાલપુરમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો.</p> <p>ગીર સોમનાથમાં પણ ખાબક્યો બરબાદીનો વરસાદ. વહેલી સવારે વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. અચાનક જ ખાબકેલા વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ભેજવાળા પવનોના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે..આ સમયગાળા દરમિયાન પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારો અને દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે.</p> <p> કચ્છમાં સતત બીજા દિવસે ખાબક્યો નુકસાનીનો વરસાદ. પશ્ચિમ કચ્છના અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. નલિયા, નરેડી, ખરાઈ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા... માવઠાને કારણે અબડાસામાં માર્ગો પર પાણી વહેતા થયા..હવામાન વિભાગ મુજબ 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.</p> <p> </p>
Comments
Post a Comment