Gujarat Weather Forecast: માર્ચ એપ્રિલમાં જ્યારે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચે છે ત્યારે આ સમયે વેધરની પેર્ટન ડિસ્ટર્બ થતાં રાજયમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ ઇરાન અને પાડોશના વિસ્તારમાં પણ સમુદ્રની સપાટીથી 3.1 એક કિલોમીટના અંતરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. આ પરિબળના કારણે રાજ્યમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતના તાપમાનમાં પણ આંશિક ઘટાડો થશે. 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ 5 એપ્રિલ સુધીમાં વરસી શકે છે. આ સમયે પવનની ગતિ વધે તેવા પણ અનુમાન છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. ખાસ કરીને પોરબંદર દ્રારકા સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે મધ્યમથી વધુ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે.

3 એપ્રિલ ક્યાં વરસશે વરસાદ
હવામાન વિભાગે 3 એપ્રિલ શુક્રવારના બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,કચ્છ, દિવમાં વરસાદની આગાહી કરી છે. આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટી પણ જોવા મળશે,

4 એપ્રિલે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ છૂટછવાયો વરસતો રહેશે. 4 એપ્રિલ શનિવારના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,અમરેલી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેશમાં વેધર પર્ટન બદલાઇ હોવાથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદ અને હિમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પર્ટનની અસર ગુજરાત રાજ્ય પર પણ પડશે. તેથી ગુજરાતમાં 15 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને કેટલાક જિલ્લામાં આ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરશી શકે છે. હવામાન વિભાગે 3 અને 4 એપ્રિલે કાશ્મીરમાં હિમવર્ષોની સંભવાના વ્યક્ત કરી છે. ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણમાં પણ 15 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. ખેડૂતોની ચિંતા વધારતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 એપ્રિલથી રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ રાજ્યમાં 3 એપ્રિલથી આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. 3થી10 એપ્રિલ વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. 3થી6 એપ્રિલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડશે, 7થી10 એપ્રિલ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, કમોસમવી વરસાદ પડે તે પહેલા પવનની ગતિ પણ વધશે,. સૌરાષ્ટ્રમાં 40થી50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે. જો કે 26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

Comments
Post a Comment