
<p>રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે..</p> <p>રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.. તાપમાન વધવા પાછળ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણભૂત ગણાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમી અને અકળામણ અનુભવાશે. આજના તાપમાનની વાત કરીએ તો ભૂજમાં સૌથી ઉંચુ 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ અને ડિસામાં તાપમાનનો પારો 37.1 ડિગ્રી પર પહોંચી ગયો છે.. તો સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, અમરેલીમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું.. કેશોદમાં 35.8 ડિગ્રી, અમદાવાદમાં 35.7 ડિગ્રી, તો ગાંધીનગરમાં 35.4 ડિગ્રી અને વડોદરામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું. </p>
Comments
Post a Comment