
<p>અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ. સતત ત્રીજા દિવસે 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું. આ ઉપરાંત સાત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. હવામાન વિભાગે સાત દિવસ ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ રહેશે. તો આ તરફ અમદાવાદમાં પણ આગ વરસાવતી ગરમી પડી રહી છે. સોમવારે અમદાવાદમાં 41 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે.. બીજી તરફ હવામાન નિષ્ણાંતોના મતે આગામી શનિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. છેલ્લા 15 વર્ષમાં એપ્રિલમાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો હોય તેવું આઠ વખત બન્યું છે...ગયા વર્ષે 30 એપ્રિલના 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું...</p>
Comments
Post a Comment