Gujarat weather Update: ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે

નોંધિનિય છે કે. ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. 19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે.

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19થી 21 દરમિયા કમોસમી વરસાદ વરસશે. જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે.

19 તારીખે શરૂ થઇ રહેલા માવઠાના રાઉન્ડમાં જૂનાગઢ,ભાવનગર, બોટાગ, અમેરલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા,વાવ, પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ સાથે મહારાષ્ટ્ના મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડશે.

19 એપ્રિલે કયાં પડશે વરસાદ

દીવ, ગીર સોમાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટદા,, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરંબદર, જામનગર. મોરબી, અમદાવાદ, ણંદ. ખેડા સુરત વલસાડ,, દમણ દાદરા નગર હવેલી, પંચમહાલ, પાટણ, વાવ થરાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

પશ્ચિમ બંગાળમાં હવામાનમાં પલટો આવ્યો છે.  દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની આગાહી છે. આનાથી ગરમીથી હંગામી રાહત મળશે તેવી અપેક્ષા છે. છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ભારે પવનની ચેતવણી છે.હવામાન વિભાગે દક્ષિણ બંગાળના છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડા અને વરસાદની પણ આગાહી છે.

Comments
Post a Comment