Gujarat Weather : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. હવે આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. હવામાનની આગાહી હવે અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.

આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આંધી તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયના તાપમાનમાં થશે વધારો

ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. આ કારણે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે. ગુજરાતમાં સામાન્ય રીતે દરેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરતાં નથી પરંતુ જ્યારે આ સિસ્ટમ મજબૂત બને છે ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે છે.

એપ્રિલ મહિનાના મધ્ય સુધી બીજી કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના જોવા નથી મળી. હાલની આ સિસ્ટમ આગળ જતી રહે ત્યારબાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની કોઈ સંભાવના નથી.

રાજ્યમાં સામાન્ય રીતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. અમદાવાદમાં 35.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાશે જેથી નાગરિકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા પડશે.

દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસશે

Skymet એ 2026 ચોમાસા માટે તેની પહેલી આગાહી જાહેર કરી છે, આ વર્ષે દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે. જૂન સારો રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર સુધી વરસાદ નબળો પડી શકે છે.

Skymet ની પહેલી આગાહી મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો એકંદર વરસાદ સામાન્ય કરતાં 6% ઓછો હોઈ શકે છે. એજન્સીએ તેને LPA ના 94% પર મૂક્યો છે. LPA એટલે લાંબા ગાળાની સરેરાશ, અને ભારતમાં ચોમાસાને માપવા માટે આ બેઝલાઇન ધોરણ છે. સ્કાયમેટે એમ પણ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના મધ્યમાં અલ નીનોની અસર વધુ મજબૂત બની શકે છે, જે વરસાદને નબળો પાડી શકે છે, ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બર સુધી.

Comments
Post a Comment