Gujarat Rain forecast:  એક બાદ એક નવી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે 7 એપ્રિલ બાદ વધુ એક વરસાદના રાઉન્ડની આગાહી કરી છે. આજે પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે આગામી 3 કલાક બાદ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 3 કલાકમાં 3 જિલ્લા માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. સુરત, તાપી, નવસારીમાં આજે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. વરસાદ દરમિયાન પવનની ગતિ પણ વધવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
4 એપ્રિલે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ છૂટછવાયો વરસતો રહેશે. 4 એપ્રિલ શનિવારના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,અમરેલી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશમાં વેધર પર્ટન બદલાઇ હોવાથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદ અને હિમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પર્ટનની અસર ગુજરાત રાજ્ય પર પણ પડશે. તેથી ગુજરાતમાં 15 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને કેટલાક જિલ્લામાં આ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ વરશી શકે છે. હવામાન વિભાગે 4એપ્રિલે કાશ્મીરમાં હિમવર્ષોની સંભવાના વ્યક્ત કરી છે. ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણમાં પણ 15 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

અંબાલાલ પટેલની માવઠાની આગાહી

7થી10 એપ્રિલ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, કમોસમવી વરસાદ પડે તે પહેલા પવનની ગતિ પણ વધશે,. સૌરાષ્ટ્રમાં 40થી50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે. જો કે 26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

Comments
Post a Comment