Gujarat Unseasonal Rain Forecast : આજે રાજ્યના 17 જિલ્લામાં માવઠાની આગાહી , જુઓ મોટી આગાહી

Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 1 અને 2 એપ્રિલ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનો અનુમાન છે. આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. 1 એપ્રિલથી 2 એપ્રિલ સુધી ભારે પવન અને વાદળછાયુ વાતાવરણ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અતિ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. ભારે વરસાદ દેશના અન્ય રાજ્યો ખાસ કરીને દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રમાં પડે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે.

ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, ભરૂચ, દમણ ડાંગ, દીવ દાહોદ, પંચમહાલ...
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

Gujarat accident: રાજ્યમાં આજે અનેક સ્થળોએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા અને સાણંદમાં થયેલા જુદા જુદા અકસ્માતોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે.

સૌથી પહેલા સુરેન્દ્રનગરના સાયલા પાળિયાદ હાઈવે પર એક ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી, જેમાં ૧૦થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાંટાવચ્છ ગામના બોર્ડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ઈજાઓ જણાતા ૬ બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હરદાસ ચોકી પાસે એક કાર ચાલક યુવકે પૂર ઝડપે ગાડી ચલાવીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા. મિત્રો સાથે ઝઘડો કરીને ભાગી રહેલા કરણ નામના આ યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર...