Skip to main content

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે



- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું

- આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ. 

અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. બસપા અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ટક્કર આપી હતી.

 આ વોર્ડમાં જેમના રાજીનામાથી ચૂંટણી આવી પડી હતી એ હિતેશભાઈ બજરંગ આમઆદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ બન્યા છે અને પોતાના વોર્ડમાં આપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી પ્રતિષ્ઠાના જંગ બરાબર હતી. તો ભાજપ માટે આ બેઠક જાળવી રાખવાની ચિંતા હતી. હવે આ બેઠક ઉપર કોણ જીતશે..? અને કોણ હારશે..? તે સાંજ સુધીમાં ખબર પડી જશે.


Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...