PM Modi Gujarat Visit: PM મોદી અંબાજી ખાતે મહાઆરતીમાં લેશે ભાગ, 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> PM મોદી દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સુરતમાં 3 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી હતી. ત્યાર બાદ અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનની પણ દેશવાસીઓને ભેટ આપી હતી.</p> <p style="text-align: justify;">હવે આજે સાંજે પીએમ મોદી બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે. અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ PM અંબાજી મંદિર ખાતે વિશેષ પુજા વિધિ કરશે અને ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.</p> <h3 class="article-title ">PM ન...