Startup: ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ વગાડ્યો ડંકો,રાજ્યના 9100થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા
<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> વ્યાપાર-ધંધાની વાત આવે ત્યાં ગુજરાતીઓનું નામ ન આવે એવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે. સદીઓથી ગુજરાતીઓની આ એક સર્વમાન્ય છાપ રહી છે, જેને આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. છેલ્લા બે દશકામાં ગુજરાતીઓએ વિશ્વ સમક્ષ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે.</p> <p style="text-align: justify;">ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા. કોઈને રોજગારી મળી, તો કોઈને પ્રેરણા. રોકાણો અને નોલેજ શેરીંગ વધતા ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા પણ વધી. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે કામ કરવામાં રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને હિસ્સેદારોના સમર્થનની સહજ શક્તિને પરિણામે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "...