Skip to main content
લોકસભા ચૂંટણીની તૈયારીને લઈ આજથી બે દિવસ કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક
Gujarat BJP: ગુજરાત ભાજપે 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેના  ભાગ રૂપે આજથી બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 29 અને 30 ડિસેમ્બરનાં રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક મળશે. સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને પ્રવક્તા પેનલ બેઠકને અપાશે માર્ગદર્શન. કેન્દ્ર સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.
આ બેઠકમાં 26માંથી 26 બેઠકો પાંચ લાખના અંતરથી જીતવાનો સંકલ્પ લેવામાં આવશે. દરેક વોર્ડ અને બુથમાં જનમત કેવી રીતે વધારી શકાય તે અંગે મંથન કરવામાં આવશે. મહિલા અને યુવા મતદાતાઓને પક્ષ સાથે જોડવાનું આયોજન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પક્ષનો વોટ શેયર વધારવાની રણનીતિ ઘડવામાં આવશે. PM મોદીની ગેરન્ટીના સૂત્ર સાથે જનમત મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધારવાની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...