Skip to main content

Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો

Vav By Election Voting Day 2024: વાવ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. બનાસકાંઠા જિલ્લાની આ વાવ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુલ 10 ઉમેદવારનોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યુ છે. વાવમાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થયુ છે. તમામ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના અવસરને મનાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આજે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી, પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ અને 70 ટકાથી વધુ મતદાનનો આંકડો નોંધાયો છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.

વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.

આ પણ વાંચો

'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર

Comments