ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને દુર કરાશે, ગુજરાત મહત્વનું અહીં લડવું આસાન નથીઃ મોડાસામાં રાહુલ ગાંધી

Congress Mission Gujarat Campaign: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની ગુજરાત મુલાકાતે છે, ગઇકાલે અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સંગઠનને મજબૂત બનાવવા રણનીતિ બનાવી હતી. હવે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન અને માળખાને નવેસરથી મજબૂત રીતે ઉભુ કરવા પર ભાર મુક્યો હતો. મોડાસામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જિલ્લા સ્તરનું સંગઠન મજબૂત કરવામાં આવશે, તેમને આ કામગીરીમાં જિલ્લા પ્રમુખો અને MLA- MP સુધીના નેતાઓના કામ વિશે વાત કરી હતી.

ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ફરી એકવાર ધામા નાંખ્યા છે, AICC- પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક કરીને સંગઠનનું નવસર્જન કરવા પર ચર્ચા વિચારણા કરાઇ રહી છે. ખાસ વાત છે કે, છ દિવસમાં રાહુલ ગાંધીની આ બીજીવારની ગુજરાત મુલાકાત છે.

આજે ગુજરાત મુલાકાતના બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પહોંચ્યા હતા, અહીં તેમને કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરીને સંબોધન કર્યુ હતુ, તેમને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, જિલ્લા સ્તરનું સંગઠન મજબૂત કરવામાં આવુશે. જિલ્લા પ્રમુખો સેટિંગબાજ નહીં હોય, MLA- MP બની જનારા સંગઠન સાથે જોડાયેલા રહેશે. રેસના ઘોડાઓને જ રેસમાં ઉતારાશે. રાહુલે આ દરમિયાન ગુજરાતને કોંગ્રેસ માટે સૌથી મહત્વનું રાજ્ય ગણાવ્યું હતુ. ગુજરાતમાં કોંગ્રેસ લડશે અને જીતશે.

રાહુલે જણાવ્યું કે, ઉપરથી કોઈ નેતાઓના આદેશો નહીં આવે. હવે મનમરજી ઉમેદવારોને નેતાઓના આશીર્વાદથી નહીં ઉભા રખાય. સીનિયર બનીને ફરતા નેતાઓ પર અંકુશ આવશે. જેની પકડ બૂથ સાથે હશે તે જ નેતા હશે. જેઓ જનતાની સમસ્યા ઉઠાવશે તેમને પાવર અપાશે. ગુજરાતમાં કોંગ્રેસ માટે લડવું આસાન કામ નથી. આખા દેશમાં સૌથી વધુ સહન ગુજરાતના કાર્યકરોએ કરવું પડે છે. કોંગ્રેસ માટે લડનારા નેતાઓનો દિલથી આભાર છે. ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું હાજર રહીશે. નવી પેઢીને કોંગ્રેસ સાથે જોડવી છે. જનતા માટે લડનારા કાર્યકરોને તક અપાશે. આજે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે. ભાજપ સાથે મળેલા નેતાઓને પક્ષમાંથી દૂર કરાશે.

Comments
Post a Comment