નકલી તબીબો પર લગામ કસવા પ્રયાસ:રાજકોટનાં તમામ ક્લિનિક, લેબોરેટરી, એક્સ-રે ઇમેજિંગ સેન્ટરો અને પ્રસૂતિગૃહનું રજિસ્ટ્રેશન કરવા આદેશ
https://ift.tt/MzmaskA રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ક્લિનિક અને તબીબ ઝડપાઇ રહ્યા છે. અનેક તબીબી એકમોમાં ગેરરીતિ ચાલી રહી છે જેનો નિર્દોષ દર્દીઓ ભોગ બની રહ્યા છે. જેના પર લગામ કસવા મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મનપા દ્વારા તમામ ક્લિનિક, લેબોરેટરી, એક્સ-રે ઇમેજિંગ સેન્ટરો અને પ્રસૂતિગૃહનું રજિસ્ટ્રેશન રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો support-cea@gujarat.gov.in પર ઈ-મેલ કરવા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તમામ તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી આવશ્યક પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મનપા આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, 1949 અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારની તબીબી સંસ્થાઓ જેવી કે ક્લિનિક, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, લેબોરેટરી વગેરેની નોંધણી કરવામાં આવતી હતી. જે કામગીરી ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 તેમજ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ રૂલ્સ - 2022 અમલમાં આવતા બંધ કરાઈ છે. તો ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - 2021 અંતર્ગત જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે, ક્લિનિક, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજીંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે. બાયોમેડીકલ વેસ્ટ જનરેટ ના કરતું હોય તે અંગેની બાંહેધરી રજૂ કરવા આદેશ આ અધિનિયમ અંતર્ગત માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની સેવાઓ આપતી તબીબી સંસ્થાએ પણ નોંધણી કરાવવી ફરજીયાત છે. જે માટે રાજકોટ શહેરીની તમામ તબીબી સંસ્થાઓને ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ-2021 હેઠળ https://ift.tt/1BZHu7p વેબસાઈટ પર લોગીન કરીને રજીસ્ટ્રેશન કરાવવા માટેનાં આદેશો આપવામાં આવ્યા છે. તેમજ જો સંસ્થા બાયોમેડીકલ વેસ્ટ જનરેટ ના કરતું હોય તો તે અંગેની બાંહેધરી રજૂ કરવા અને જો સંસ્થાની હાઈટ 9 મીટર કરતા ઓછી અને 500 સ્ક્વેર મીટર કરતા નાની હોય તો તેની પણ બાહેધરી રજૂ કરવા આદેશો આપવામાં આવ્યા છે. ગેરરીતિ આચરતા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી સરળ બનશે ઉલ્લેખનીય છે કે, હાલ આરોગ્ય વિભાગ દ્વારા તમામ ક્લિનિકો, લેબોરેટરી, પ્રસુતિગૃહ તેમજ એક્સ-રે અને ઇમેજિંગ સેન્ટરોની નોંધણી કરવામાં આવી રહી છે. આ નોંધણી પૂર્ણ થયા બાદ જો કોઈ બોગસ ડોક્ટર તેમજ ક્લિનિક કે લેબોરેટરી ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવી સરળ બનશે. આ રજીસ્ટર થયેલા ડૉક્ટર્સ તેમજ ક્લિનિક અને લેબોરેટરીનું લિસ્ટ ઓનલાઈન જ મુકવામાં આવે તો લોકો પણ સરળતાથી નકલી તબીબો પાસે જતા બચી શકશે.
Comments
Post a Comment