
<p>Gujarat Government Assistance: આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય</p> <p>મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. તેમના દુઃખની ચરમસીમાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે મૃતદેહોને માદરે વતન લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે ગુજરાત સરકારે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાય અપાશે તેવી જાહેરાત કરી છે. </p> <p>જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે ગુજરાતી પ્રવાસીઓએ જીવ ખોયો છે તેમને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રુપિયાની સહાય આપવામાં આવશે. આ દુર્ભાગ્યપૂર્ણ આતંકવાદી હુમલામાં જે ગુજરાતી પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને રાજ્ય સરકાર તરફથી 50 હજારની સહાય આપવામાં આવશે. </p>
Comments
Post a Comment