આઈટીઆઈ પાટણમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ:12 ટ્રેડમાં એડમિશન માટે 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે
https://ift.tt/2DFeojm પાટણની ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)માં વર્ષ 2025ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસ્થામાં 12 વિવિધ ટ્રેડમાં પ્રવેશ આપવામાં આવશે. આ ટ્રેડમાં ફીટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિકલ ડીઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ICTSM, કોસ્મેટોલોજી, મિકેનિક મોટર વ્હીકલ અને આર્મેચર મોટર રીવાઈડીંગનો સમાવેશ થાય છે. ઉમેદવારો 30 જૂન, 2025 સુધી https://ift.tt/u7BIEOW વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પ્રવેશ માટે ધોરણ 8 પાસથી ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આઈટીઆઈ પાટણ ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. અહીં ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન, ફી અને ચોઈસ ફિલિંગ અંગેની માહિતી માટે ઉમેદવારો કચેરી સમય દરમ્યાન જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ સંપર્ક કરી શકે છે. આ માહિતી સંસ્થાના આચાર્ય વર્ગ-1 શ્રી એમ.ઝેડ. વાઘેલાએ આપી છે.
Comments
Post a Comment