https://ift.tt/dq7wJV6 ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17 મે, 2025ના રોજ સવારે 10 કલાકે રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સેક્ટર 15માં આવેલ આઈ.ટી.આઈ. હોસ્પિટલ બિલ્ડીંગ, નોડલ આઈ.ટી.આઈ., LDRP કોલેજ કેમ્પસની બાજુમાં યોજાશે. ભરતીમેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. 18થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. લાયકાતમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ અને કોઈપણ સ્નાતક કક્ષાના ઉત્તીર્ણ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઇચ્છુક ઉમેદવારોએ https://ift.tt/LgqutoX પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ભરતીમેળાનો અનુબંધમ જોબફેર આઈ.ડી. JF328918244 છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. માત્ર ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો જ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. રોજગાર કચેરીમાં નવી નોંધણી કરાવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો, LC, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment