
<p><strong>Gujarat Assembly by Election:</strong>વિસાવદર,કડી વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેરાત થઇ ગઇ છે. 19 જૂને બંને ખાલી પ઼ડેલી આ બેઠક પર ચૂંટણી યોજાશે, વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાશે. 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો 2 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશ., 23 જૂને પેટાચૂંટણીના પરિણામો આવશે.</p> <p> નોંધનિય છે કે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદરની વિધાનસભાની બેઠક ખાલી પડી હતી, ભૂપત ભાયાણી AAPમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. તો કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠક પર AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાન ઉતાર્યાં છે. હવે કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહી તેને લઈને આજે AAPની બેઠક યોજાશે. AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહી તેને લઈ બેઠક કરીશું અને હી તેને લઈ 2 દિવસમાં નિર્ણય લઈશું. </p> <p>ઉલ્લેખનિય છે કે, હર્ષદ રિબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટાચૂંટણી અટવાઈ હતી. વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ નક્કી છે. વિસાવદરમાં AAP-કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.કોંગ્રેસ અને AAPએ ગઠબંધન નહી કરવાની જાહેરાત કરી છે.આ બધાની વચ્ચે હર્ષદભાઈ રિબડિયાએ મોટું નિવેદન આપ્યુ છે, તેમણે જણાવ્યું કે, પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી છે અને તેમણે આ બેઠક પર ભાજપની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.</p>
Comments
Post a Comment