
<p> </p> <p>આજે અમરેલી, ભાવનગર અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.. અવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.. છોટાઉદેપુર, ભરુત અને નર્મદામાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. તાપી, નવસારી, સુરત અને વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. </p> <p>ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આવતીકાલે 50 થી 60 કિલોમીટર પ્રતિ ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે, રવિવારથી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. <br /> </p>
Comments
Post a Comment