Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળી રહ્યો છે. જાણીએ ક્યા જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે. છેલ્લા 24 કલાકની વરસાદ પ્રભાવિત જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ

અમરેલીમાં ભારે પવન સાથે વરસાદે સર્જી તારાજી

24 કલાકમાં અમરેલીમાં તોફાની વરસાદ વરસાદ વરસ્યો. 24 કલાકમાં અમરેલી શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 24 કલાકમાં લાઠીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદ તૂટી પડ્યો હતો. લાઠીમાં ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો, વીજપોલ ધરાશાયી છે. અનેક સ્થળોએ હોર્ડિંગ્સ તૂટી પડયા હતા. તો શેડના પતરા ઉડયાં હતા. બાબરા, બગસરા, ચલાલામાં પણ વરસાદની તોફાની બેટીંગે નુકસાન સર્જયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

અમરેલીમાં શુક્રવારે ખાબકેલા વરસાદથી ઘરોમાં પાણી ભરાયા છે. લાઠી રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ન માત્રા સોસાયટીમાં અહીં કેટલાક વિસ્તારની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે.

ગીર સોમનાથમાં ખાબક્યો બરબાદીનો વરસાદ

ગીર સોમનાથમાં વરસેલા વરસાદે કેરીના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. અહીં ભારે પવન સાથે વરસેલા વરસાદે બરબાદી નોતરી છે. ભારે પવન સાથે શુક્રવારે વરસાદની એન્ટ્રી થતાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ અનેક સ્થળો તોતિંગ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા પણ બ્લોક થઇ ગયા છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ

24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગે અનેક જગ્યાને જળમગ્ન કરી દીધી છે.24 કલાકમાં જૂનાગઢના મેંદરડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો તો 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં દોઢ ઈંચ,જૂનાગઢના માળિયા હાટીનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. વંથલી, કેશોદમાં પણ મેંદરડા, માંગરોળમાં પવન સાથે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

સુરતના બારડોલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

સુરતના બારડોલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અહીં આશાપુરી મંદિર, જાગૃતિનગર પાસે પાણી ભરાવાનું શરૂ થયું. શાસ્ત્રી રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.પીપલોદ, વેસુ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચો ધોધમાર વરસાગ વરસતાં વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી જેના કારણએ વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.

તાપીમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ

તાપીમાં પણ નુકસાનીનો વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે. અહીં ભારે પવન સાથે વરસેલા વરસાદે અનેક જગ્યાએ નુકસાની જ સર્જી છે. અહીં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા પતરા ઉડ્યા હતા અને અનેક જગ્યાએ હોર્ડિગ્સ તૂટી પડ્યા હતા તો અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો.

વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

વાપી વલસાડમાં પણ ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. અહીં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી પરંતુ કેરીના પાકને ભારે નુકસાન થયું છે હજું પણ વલસાડમાં ભારે વરસાદી આગાહી છે.

નવસારી શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદે

નવસારી શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. મંકોડિયા, ઈટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો . વરસાદના કારણે કેરી, ચીકુના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાનની ભિતિ સેવાઇ રહી છે. નવસારી શહેરમાં લુન્સીકુઈ વિસ્તારમાં ફીલિંગ એપાર્ટમેન્ટના ટેરેસ પર વીજળી પડી હતી જો કે સદનસીબે કોઇ જાનહાનિના નથી થઇ

Comments
Post a Comment