ગોધરામાં બનાવટી ઈમેલથી પોલીસ અધિક્ષકને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ:બીજાના નામે ખોટો ઈમેલ મોકલનાર આરોપીની ધરપકડ, IT એક્ટ હેઠળ કાર્યવાહી
https://ift.tt/tUa9uL3 ગોધરામાં એક વ્યક્તિએ બનાવટી ઈમેલ આઈડી બનાવીને પોલીસ અધિક્ષકની સરકારી ઈમેલ આઈડી પર ખોટા આક્ષેપો કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી હુસેન શબ્બીર વલીકરીમવાલા, જે કડીયાવાડ મસ્જિદ પાસે, વ્હોરવાડ ગોધરામાં રહે છે, તેણે nandini3438@yahoo.com નામની બનાવટી ઈમેલ આઈડી બનાવી હતી. આરોપીએ યોગેશભાઈ પુરણદાસ હેમરાજાણીના નામનો ખોટી રીતે ઉપયોગ કરીને શબ્બીર સજ્જાઉદ્દીન નાડાતોડવાલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. 5 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 8:35 વાગ્યે પંચમહાલ-ગોધરા પોલીસ અધિક્ષકની કચેરીની સરકારી ઈમેલ આઈડી sp-pan@gujarat.gov.in પર ખોટી માહિતી મોકલી હતી. તપાસ દરમિયાન યોગેશભાઈ હેમરાજાણીએ સ્પષ્ટ કર્યું કે તેમનું સાચું ઈમેલ આઈડી yogeshhemrajani91@gmail.com છે. Yahoo કંપની અને Reliance Jio પાસેથી મેળવેલી માહિતી મુજબ, આ ઈમેલ મોબાઈલ નંબર 9974576652ના ધારક હુસેન શબ્બીર વલીકરીમવાલા દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે BNS-2023ની કલમ 318(2), 217 તથા IT એક્ટની કલમ 66(સી) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીએ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરવાનો અને અન્ય વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
Comments
Post a Comment