
https://ift.tt/tsP6gIU તાજેતરમાં જ લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ આન્સર કીમાં જો કોઇ ઉમેદવારને વાંધા રજૂઆત હોય તો તે ઓનલાઇન માધ્યમથી તારીખ 23 જૂન સુધીમાં મોકલી દેવાની રહેશે. તારીખ 15 જૂનના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઇ હતી. જે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી https: //gprb. gujarat .gov.in, https: // lrdgujarat 20 21.in લીંક પરથી મેળવી શકાશે. ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાના રહેનાર છે. જો ઉમેદવારને જે જવાબ સામે વાંધા-રજૂઆત હોય તેની સામે સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે અને આ માટેની તારીખ 23 જૂન સુધીમાં ઓનલાઇન અરજી મોકલવાની રહેશે. પુરાવા વગરની વાંધા-રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એમ જણાવેલ છે.
Comments
Post a Comment