gujarat bypolls 2025 live updates: કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ, ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ

<p>gujarat bypolls 2025 live updates: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે. 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.</p> <p>મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. સવારે 7 વાગ્યે મતદાન શરુ થશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે.</p> <p>વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવી છે. પ્રથમવાર મતદાન કરનારા 100 મતદારોને રોપાનું વિતરણ કરાશે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.</p>
Comments
Post a Comment