Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા- શહેર પ્રમુખોની જાહેરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા સંગઠનાત્મક ફેરફારો (Congress organization change) આજે જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ (Rahun Gandhi) ગાંધીના નિર્દેશન હેઠળ હાથ ધરવામાં આવેલા "સંગઠન સૃજન અભિયાન" અંતર્ગત, ગુજરાતના 40 જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (DCC) પ્રમુખોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

પારદર્શક પ્રક્રિયા અને ગ્રાસરૂટ કનેક્શન

આ નિમણૂકો એક કઠોર સંગઠનાત્મક કવાયતનું પરિણામ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બૂથથી લઈને જિલ્લા સ્તર સુધી પક્ષના માળખાને પુનર્જીવિત કરવાનો હતો, જેમાં પારદર્શક, સમાવેશી અને વિચારધારા-આધારિત નેતૃત્વની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Comments
Post a Comment