Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા ફરીથી મહેર કરવા તૈયાર છે! હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સના કારણે 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે.

આજનું હવામાન (24 જુલાઈ):
આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો જેવા કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આવતીકાલથી વરસાદનું જોર વધશે:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 25 જુલાઈથી 29 જુલાઈ સુધીના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 જુલાઈ માટે ખાસ ચેતવણી

આ તરફ મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 28 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરની સાથે પાટણ,અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર ભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28 જુલાઈએ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Comments
Post a Comment