કેજરીવાલનો ઘા:મોડાસાથી ગુજરાત સરકારને ચેલેન્જ, ST બસ 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, અનુસૂચિત જાતિને ઓછાં વ્યાજે લોન મળશે
https://ift.tt/xdPUAQn અલકાયદા સાથે સંકળાયેલા 4ને ATSએ ઝડપ્યા ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અને બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે. અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાતની ATS ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કેજરીવાલે ભાજપને અમીરોની સરકાર ગણાવી મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા હતા અને પશુપાલકોને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને "અમીરોની" અને "અદાણીની" સરકાર ગણાવી, જ્યારે AAPને ગરીબો, ખેડૂતો અને શ્રમિકોની હિમાયતી તરીકે રજૂ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મુંબઈ-અમદાવાદ NH પર 15 કિલોમીટર ટ્રાફિકજામ વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુવાબ્રિજ પર ફરી એકવાર ખાડા પડવાના કારણે 15 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો. ગઈકાલ રાતથી શરૂ થયેલા આ ટ્રાફિકજામની લંબાઈ આશરે 15 કિલોમીટર સુધી પહોંચી, જેના કારણે વાહનચાલકો બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેવેન્દ્ર વસાવાનો ચૈતર વસાવાની જામીન મુદ્દે સરકારને પડકાર નર્મદા AAPના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાની જામીન મુદ્દે પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવી, 7 દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીને જેલ ઘેરાવાનું એલાન કર્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રોંગ સાઈડ આવતા વાહન મુદ્દે HCની સ્પષ્ટ વાત ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં ગત સુનાવણીમાં હાઇકોર્ટે ઓથોરિટીને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો ઉપર પગલા લેવા હુકમ કર્યો હતો. ત્યારથી રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ ડ્રાઇવ યોજી રહી છે. જો કે એક ઇલેક્ટ્રોનિક મીડિયા અહેવાલથી કોર્ટના ધ્યાને આવ્યું હતું કે, હાઇકોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો છોડી દેવામાં આવે છે. આ બાબતને લઈ જજે કહ્યું હતું કે, હાઈકોર્ટના કર્મચારી આવું કરે તો પણ ચલાવી ન લેવાય. હાઈકોર્ટ કાયદાથી ઉપર નથી. આ કેસ ઉપર પગલાં લો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખેડબ્રહ્મા-ધાનેરા એસટી બસ 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી દાંતા તાલુકાની કુંવારસી ઘાટી પાસે આજે એક એસટી બસનો અકસ્માત સર્જાયો છે. ખેડબ્રહ્માથી ધાનેરા તરફ જતી એસટી બસ અચાનક ગરમ થઈને બંધ પડી ગઈ હતી. બસમાં કુલ 45 મુસાફરો સવાર હતા. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, બસ બંધ થયા બાદ તેઓ નીચે ઉતરીને પથ્થર મૂકવા ગયા હતા. આ દરમિયાન બસ નીચે તરફ સરકીને 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં 10થી 12 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમાંથી બે મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે. રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગરથી આ વધુ બસ દોડશે. જેનાથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ જતા શ્રદ્ધાળુઓને રાહત થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવી બાલવાટિકા 25/7એ CMના હસ્તે ખુલ્લી મૂકાશે અમદાવાદીઓ માટેના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે. ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે. અહીં નાનાં બાળકોથી લઈ મોટાની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે જો કે, રાઇડ્સની ફીસ અલગથી થશે. બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલને 25 જુલાઇને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અનુસૂચિત જાતિના નાગરિકોને 4 યોજના હેઠળ ઓછા વ્યાજે લોન મળશે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ હેઠળ અનુ. જાતિના લાભાર્થીઓને 3 લાખથી 7.50 લાખનું 3%ના વ્યાજે ધિરાણ થશે. આ ધિરાણ યોજનાઓમાં લાભ મેળવવા ઈચ્છુક નાગરિકોએ આગામી તા. 23 જુલાઈ એટલે કે આજથી તા.17 ઓગષ્ટ સુધીમાં https://ift.tt/pyjunAI પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SP રિંગ રોડ પર ટ્રેલર પાછળ પીકઅપ વાન ઘૂસી અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર તપોવન સર્કલ નજીક ટ્રેલ અને પીઅકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. ઝુંડાલ તરફ જતાં ટ્રેલરે ડાયવર્ઝન નજીક અચાનક બ્રેક મારતા પાછળથી આવતી પીકઅપ વાન ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર વાનની કેબિનમાં ફસાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કટરની મદદથી પતરાં કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. જોકે, ગંભીર રીતે ઇજા પહોંચતા ઘટનાસ્થળ પર જ ડ્રાઈવરનું મોત થયું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
Comments
Post a Comment