
https://ift.tt/D4w2fxL ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના માર્ગદર્શનમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની માર્ગદર્શિકાના સુચારું અમલીકરણ માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સુધારણા અંગેની પોતાના સંબોધનમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં મતદાર યાદી સઘન સુધારણા હેઠળ કુલ ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના કોઈપણ નાગરિકો ceo.gujarat.gov.in વેબસાઈટ પરથી મતદાર યાદીમાં તેમના નામ અંગે ખરાઈ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમયબદ્ધતા અને ચોક્કસાઈ પર તેમણે ભાર મુક્યો હતો. વર્કશોપમાં મતદારયાદી સુધારણાની કામગીરીના વિવિધ તબક્કાઓ, પડકારો અને NGSP (National Grievance Services Portal) તેમજ મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાખવાની તકેદારી વિષયક અધિક કલેક્ટર દર્શના રાંકે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકાઓની અમલવારી અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને ગેરમાર્ગે દોરનારી ખોટી માહિતીનો પ્રસાર અટકાવવા માટે સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ તથા સમાચાર માધ્યમોને માહિતી સમયસર આપવા સહિતના વિષયોને આવરી લીધા હતા.
Comments
Post a Comment