રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર:10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સમય મર્યાદા વધારી, હવે 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશો
https://ift.tt/dE2MZjV રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરના અસાધારણ કમોસમી વરસાદે થયેલા પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોને વધુ સમય મળી રહે તે માટે રૂ. 10,000 કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારી 5 ડિસેમ્બર, 2025 સુધી લંબાવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઇપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમય મર્યાદા વધારવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 નવેમ્બરથી 15 દિવસ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી અને ઓનલાઈન પોર્ટલ (https://ift.tt/KiYusOe) કાર્યરત છે. પરંતુ હજી સુધી અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી, જેને ધ્યાનમાં લઈ તારીખ વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકશાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે જેઓએ હજી સુધી અરજી કરી નથી, તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે.
Comments
Post a Comment