ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ડિજિટલ ક્રાંતિ:ગુગલ પે, ફોન પે, ભીમ-પે અને યોનો મારફતે ચૂકવણી શરૂ થતા 55 દિવસમાં 18 લાખના દંડની વસૂલાત
https://ift.tt/ga6qO2N રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનાવવાના હેતુથી ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા SBI સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે ઓનલાઇન દંડ ભરવાની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી સુવિધા શરૂ કરવામાં આવી હતી આ સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. 1લી ઑક્ટોબરથી 24 નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન BBPS મારફતે રૂ. 18.05 લાખથી વધુ રકમનો ઇ-ચલણ દંડ ઓનલાઇન ભરવામાં આવ્યો છે. દંડ ભરવાની આ નવી પ્રક્રિયા સતત પ્રચલિત થઈ રહી છે. અગાઉ વર્ષ 2023થી "One Nation One Challan" એપ્લિકેશન દ્વારા નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS પરથી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ હતી. હવે તેમાં વધારો કરીને Google Pay, PhonePe, BHIM-UPI અને YONO SBI જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ મારફતે સીધી ચુકવણી શક્ય બનાવવામાં આવી છે. એપ્લિકેશન પર જઈ ‘State Traffic Branch, Gujarat’ ઓપ્શન પસંદ કરીને દંડ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. ગુજરાત પોલીસની જાહેર અપીલ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા નાગરિકોને અગત્યની અપીલ કરવામાં આવી છે. BBPS જેવી ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરીને બાકી દંડની રકમ તાત્કાલિક ભરી દેવી. આ સુવિધા માત્ર છેલ્લા 90 દિવસમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણ માટે જ માન્ય છે. 90 દિવસ પછી ઇ-ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, જેના કારણે પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. તેથી કોર્ટમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ ઓનલાઇન દંડ ચૂકવવો. આ ડિજિટલ પગલું ‘ડિજિટલ ગુજરાત’ના ઉદ્દેશને વધુ મજબૂત બનાવશે તેમજ દંડ વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે. રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલ અને શિસ્ત મજબૂત બનાવવા આ પહેલ મહત્વની સાબિત થઈ રહી છે. દંડનો બાકી હિસાબ ચકાસો અને તરત ચુકવણી કરવા BBPS સુવિધાનો લાભ લો, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.
Comments
Post a Comment