વલસાડમાં 7 લાખથી વધુ મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ:SIR-2026 પ્રક્રિયામાં 52% કામગીરી; 4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
https://ift.tt/gchrNaR વલસાડ જિલ્લામાં SIR-2026 અને ડિજિટલ મતદાર નોંધણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. જિલ્લાના કુલ 13,85,807 મતદારોમાંથી 7,07,955 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ ગઈ છે, જે કુલ કામગીરીના 52 ટકા જેટલી છે. આ કામગીરીમાં 4 BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા 100 ટકા નોંધણી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય ફોટા સાથે ફોર્મ ભરવા, સંપૂર્ણ વિગતો આપવા અને ઘર-ઘર મુલાકાત દરમિયાન BLOને સહકાર આપવા અપીલ કરી છે. વર્ષ 2002ની મતદાર યાદીના આધારે SIR પ્રક્રિયા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે ડિજિટલ મતદાર યાદી માટેના આવશ્યક ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર છે. આ સમયમર્યાદા સુધીમાં ફોર્મ ન ભરનાર મતદારોના નામ યાદીમાંથી કાઢવાની કાર્યવાહી કરવામાં આવશે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાશે. જિલ્લામાં 15-16 અને 22-23 નવેમ્બર, 2025ના રોજ "ખાસ દિવસો" તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ વિશેષ અભિયાનને કારણે મતદાર નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લા ચૂંટણી તંત્રના મતે, સ્થાનિક અગ્રણીઓના સહકારથી BLOની કામગીરી વધુ સરળ બની છે. જો 2024ની મતદાર યાદીમાં મતદાર અથવા તેમના પરિવારના સભ્યોનું નામ નોંધાયેલું હતું, તો BLO દ્વારા મુલાકાત લઈને વિગતો યથાવત્ રાખવામાં આવશે. જો કોઈનું નામ ગાયબ હોય, તો મતદારો voters.eci.gov.in અથવા chunavsetu-search.gujarat.gov.in વેબસાઇટ્સ દ્વારા ઓનલાઈન નામ ચકાસી શકે છે. જન્મ તારીખ 01-01-1988 થી 02-12-2007 વચ્ચે હોય અને સરનામું બદલાયું હોય તેવા કિસ્સામાં એક જ પુરાવો પૂરતો રહેશે. જોકે, 02-12-2007 પછી જન્મેલા મતદારો માટે માતા-પિતાના દસ્તાવેજો ફરજિયાત રહેશે.મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને રેશન કાર્ડ સહિતના વિવિધ દસ્તાવેજો માન્ય ગણાશે. નવી માર્ગદર્શિકા 02-08-2024થી અમલમાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને સમયસર તેમની માહિતી ચકાસીને જરૂરી સુધારા કરાવવા અપીલ કરી છે. SIR-2026 માટેના મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ: ગણતરી સમયગાળો: 01-11-2025 થી 04-12-2025, ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન: 05-12-2025, દાવા-આપત્તિઓ માટેનો સમયગાળો: 05-12-2025 થી 02-01-2026, નોટિસ તબક્કો: 03-01-2026 થી 31-01-2026, અંતિમ યાદીનું પ્રકાશન: 05-02-2026.જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ મતદારોને સજાગ રહીને જરૂરી વિગતો સમયસર પૂરી પાડવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં SIR–2026 અંતર્ગત નવી કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ : ગણતરી સમયગાળો : 01-11-2025 થી 04-12-2025 ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન : 05-12-2025 દાવા–આપત્તિ : 05-12-2025 થી 02-01-2026 નોટિસ તબક્કો : 03-01-2026 થી 31-01-2026 અંતિમ યાદી : 05-02-2026 જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને સજાગ રહી જરૂરી વિગતો સમયસર પૂરું પાડવા અનુરોધ કર્યો છે.
Comments
Post a Comment