Gujarat Weather Update:<!--StartFragment -->બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થઇ રહ્યું છે. હાલ આ સિસ્ટમ લો પ્રેશર બાદ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. આ સિસ્ટમ ઉપર જશે. આ સાથે એક સિસ્ટમ પહેલાથી મોજૂદ છે. જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જતાં વાવાઝોડ બન્યું છે. જેને સેન્યાર નામ આપવામાં આવ્યું છે.  બીજી જે સિસ્ટમ આકાર લઇ રહી છે. તે પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ અને વાવાઝોડું બને તેની શક્યતા છે. આ વાવાઝોડાને દિત્વા નામ આપવામાં આવ્યું છે. સેન્યાર વાવાઝોડની સૌથી વધુ અસર ઇન્ડોનિશિયા અને મલેશિયામાં થઇ રહી છે. જો કે દિતવાહ નામનું જે વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, તે ભારતની ખૂબ જ નજીક હોવાથી ભારતના કેટલાક રાજ્યોને અસર કરી શકે છે. હવામાન વિભાગના મોડલ મુજબ આ વાવાઝોડું  શ્રીલંકા પરથી આગળ વધશે અને તમિલનાડુ તરફ ફંટાઇ તેવી હાલ શક્યતા જોવાઇ રહી છે, તેથી આ વાવાઝોડાની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ,ને અસર કરી શકે છે. હાલ દિત્વા વાવાઝોડને ટ્રેકને જોતા ગુજરાત પર તેની સીધી અસર થાય તેવી શક્યતા નથી દેખાતી. ઠંડીની વાત કરીએ તો રાજ્યામાં આગામી દિવસોમાં થોડી ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે, ખાસ કરીને રાત્રિના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.
હવામાન કેવું રહેશે ?
IMD અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. તે પછી ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. 28-30૦ નવેમ્બર દરમિયાન સવારના કલાકો દરમિયાન હિમાચલ પ્રદેશ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી પૂર્વી રાજસ્થાનમાં પણ ઠંડી વધવાની ધારણા છે. 28 અને 29 નવેમ્બરના રોજ પંજાબના કેટલાક વિસ્તારોમાં અને 3-4 ડિસેમ્બર, 2025ના રોજ રાજસ્થાનમાં શીત લહેરની સ્થિતિ સર્જાવાની ધારણા છે.
તેની નવીનતમ X પોસ્ટમાં, IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત દિતવાહ હાલમાં બંગાળની ખાડીના દક્ષિણપશ્ચિમ પર છે અને તમિલનાડુના ચેન્નાઈથી 700 કિલોમીટર દક્ષિણપૂર્વમાં પોટ્ટુવિલ નજીક સ્થિત છે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 30 નવેમ્બરની શરૂઆતમાં ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે. ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત નામોની યાદી અનુસાર, ચક્રવાતનું નામ દિતવાહ રાખવામાં આવ્યું છે, જે યમન દ્વારા રજૂ કરાયેલ નામ છે
Comments
Post a Comment